વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી 23મીએ ઉમેદવારીપત્ર ભરશે

વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી 23મીએ ઉમેદવારીપત્ર ભરશે

વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી 23મીએ ઉમેદવારીપત્ર ભરશે

Blog Article

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરશે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહેશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સવારે 11 વાગ્યે કાલપેટ્ટા નવા બસ સ્ટેન્ડથી રોડ શો કરશે અને 23 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે જિલ્લા કલેક્ટર સમક્ષ ઉમેદવારી કરશે.

ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રિયંકા ગાંધીએ સોમવારે પાર્ટીના વડા ખડગે સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા હતાં.

કોંગ્રેસે વાયનાડમાંથી AICC મહાસચિવને મેદાનમાં ઉતાર્યા બાદ પાર્ટીના કાર્યકરોએ મતવિસ્તારમાં પોસ્ટરો લગાવ્યા હતા, જેના પર “વાયનાડની પ્રિયંકારી (વાયનાડની પ્રિય)” લખેલું હતું. ઝારખંડ વિધાનસભા માટે પ્રથમ તબક્કાના મતદાનની સાથે વાયનાડ સંસદીય બેઠક અને 47 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

અગાઉ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તેના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 13 નવેમ્બરે કેરળની વાયનાડ લોકસભા બેઠકની યોજાનારી પેટાચૂંટણી પાર્ટીના ઉમેદવાર હશે. આની સાથે સક્રિય રાજકારણમાં જોડાયા પછી પ્રિયંકા ગાંધી પ્રથમ વાર ચૂંટણી લડશે. જો ચૂંટાશે તો આ પ્રથમ વખત હશે જ્યારે પ્રિયંકા ગાંધી સાંસદ તરીકે સંસદમાં પ્રવેશ કરશે. ગાંધી પરિવારના ત્રણ સભ્યો સોનિયા, રાહુલ અને પ્રિયંકા એકસાથે સંસદમાં હોય તેવું પ્રથમ વખત બનશે.

પાર્ટીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રિયંકા ગાંધી વાડ્રાને કેરળની લોકસભા પેટાચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રાખવાની દરખાસ્તને મંજૂરી આપી છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી એમ બંને બેઠકો પર લોકસભાની ચૂંટણી જીત્યા હતાં અને તેમણે વાયનાડ બેઠક ખાલી કરી હતી.

લોકસભા ચૂંટણીના દિવસો પછી, કોંગ્રેસે જૂનમાં જ જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સંસદીય ક્ષેત્ર જાળવી રાખશે અને કેરળની વાયનાડ બેઠક ખાલી કરશે, જ્યાંથી તેમની બહેન પ્રિયંકા ગાંધી ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરશે.

 

Report this page